દરેક સંસ્કૃતિમાં સામાજિક તથા વ્યક્તિગત કલ્યાણ હેતુ કોઇક ને કોઇક ધારણાઓ, રીત રિવાજો બનાવવામાં આવ્યાં હતાં જે પેઢી દર પેઢીથી ચાલ્યા આવે છે. આજના વૈજ્ઞાનિક યુગમાં આપણે એમનું કારણ તથા મહત્ત્વ જાણતાં ન હોવાથી તેમના તરફ વિમુખ થતાં જઈએ છીએ અને એમના લાભથી વંચિત રહીએ છીએ.
પૂજ્ય ગુરુમા 'મધુચૈતન્ય' માં નિયમિત રીતે 'સંસ્કૃતિ સમજો અને અપનાવો' સ્તંભ દ્વારા ભારતીય તથા અન્ય સંસ્કૃતિઓ સાથે જોડાએલાં ગાઢ તથ્યોને પોતાની સરળ - સુગમ ભાષામાં વાચક સમક્ષ રજૂઆત કરતા આવ્યા છે, જેથી વાચક આ અમૂલ્ય જ્ઞાનને સમજે, અપનાવે અને જાળવે.
એમના એ જ લેખોનું સંકલન આ પુસ્તિકામાં કરવામાં આવ્યું છે. આશા છે, વાચક આ રજૂઆતનો આનંદ લેશે.