૪૫ દિવસીય ગહન ધ્યાન અનુષ્ઠાન દરમિયાન પૂજ્ય ગુરુદેવ ધ્યાનની ઉચ્ચ અવસ્થામાં રહે છે અને બધા સાધકોનું સૂક્ષ્મરૂપથી અવલોકન કરતા રહે છે. સમાજમાં સ્ત્રીઓ પ્રત્યેની ઉપેક્ષાની ભાવનાને ધ્યાનમાં રાખીને, સ્ત્રીઓના સર્વાંગી વિકાસ તેમજ આધ્યાત્મિક ઉન્નતિ હેતુ પૂજ્ય સ્વામીજીએ પોતાના ૨૦૦૯ના ૪૫ દિવસીય ગહન ધ્યાન અનુષ્ઠાન દરમિયાન સ્ત્રીઓને ભીતરથી સશક્ત કરવાના હેતુથી સ્ત્રીઓને ધ્યાનના માધ્યમથી અંતર્મુખ થઈને સ્વયંને જાણવા હેતુ વિસ્તૃતરૂપમાં માર્ગદર્શન આપ્યું છે. એ સંદેશાઓનું સંકલન આ પુસ્તિકાના માધ્યમથી પ્રસ્તુત કરવામાં આવ્યું છે.
આ ગહન ધ્યાન અનુષ્ઠાન પૂજ્ય ગુરુદેવે 'માતૃશક્તિ ની આરાધના'ના અનુષ્ઠાનના રૂપમાં ઘોષિત કર્યું તથા સમગ્ર સ્ત્રીશક્તિઓને આ અનુષ્ઠાનમાં સામેલ થવા માટે આવાહ્ન કર્યું. આશા છે, આ સંદેશાઓના માધ્યમથી અધિકમાં અધિક સ્ત્રીઓને માર્ગદર્શન મળશે અને તેઓ આનાથી અવશ્ય લાભાન્વિત થશે.