મારા પ્રિય વાચક મિત્રો, નમસ્કાર!
હું ગ્રીષ્મા પંડ્યા,આપ સર્વેએ મારી અનુભૂતિ, અવિરત કૃતિઓનો રસાસ્વાદ માણ્યો જ છે. આપે આપેલા બોહળા પ્રતિસાદને લીધે હવે આપ સર્વ સમક્ષ અચાનક, કે જે મારી નવલિકા છે તે રજૂ કરવા જઈ રહી છું તેથી મને ગર્વની લાગણી થાય છે. પ્રથમથી જ આપ સૌનો આભાર પ્રગટ કરી લઉં છું.
હવે થોડું 'અચાનક' વિશે જોઈએ. મારી આ રચના એક નવલિકા સ્વરૂપે છે. ખૂબ ઓછા પાત્રોની આસપાસ મારી આ વાર્તા વીંટળાયેલી રહે છે. આ કાલ્પનિક વાર્તાની કથાવસ્તુમાં, વાર્તાની મુખ્ય નાયિકા લોપા પોતાની આસપાસ ગોઠવાયેલા સંબંધો કેવી રીતે જાળવે છે, સાચવે છે, કદી કળથી ને કદી બળથી અચાનક આવી પડેલી મુશ્કેલીઓનો તે કેવી રીતે સામનો કરે છે અને પોતાના જીવનમાં આવેલી મુશ્કેલી હોવા છતાં...